Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Legal action against drunk builder's son in Rajkot accident case

VIDEO : નશામાં ધૂત બિલ્ડર પુત્રનું કારનામું? રાજકોટ અકસ્માત કેસમાં કાયદેસરની કાર્યવાહી

Timeછેલ્લું અપડેટ : 15 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર બિલ્ડર પુત્ર દ્વારા સર્જાયેલા અકસ્માતના મામલે પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે. ACP વી.બી. જાડેજાએ નિવેદન આપ્યું છે કે કારચાલક નશાની હાલતમાં હતો કે નહીં તે અંગે FSL રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. અકસ્માત બાદ કારચાલકે રાહદારીઓને મારમાર્યો હોવાના કારણે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે અને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ભોગ બનનાર લોકોનું કહેવું છે કે કારચાલક નશાની હાલતમાં હતો, તેમજ આ અંગેના વિડિઓ પણ સામે આવ્યા છે. FSL રિપોર્ટ આવ્યા બાદ વધુ કલમો ઉમેરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી આગળ વધશે. પોલીસે તપાસ વધુ તેજ કરી છે.

App Store