VIDEO: UPI પર પસંદગીના વેપારીઓ માટે MDR ચાર્જ લાગુ થશે
સોર્સ : gstv
15 સપ્ટેમ્બરે યોજાયેલી UPI ઓપરેશન કમિટીની બેઠકમાં 2 હજાર રૂપિયાથી વધુના કેટલાક વેપારી વ્યવહારો માટે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે MDR લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. નવો નિયમ 15 ઓક્ટોબર, 2026થી અમલમાં આવશે અને ગ્રાહકો પાસેથી કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં. QR કોડ મારફતે દર મહિને 1 લાખ રૂપિયા સુધીનું પેમેન્ટ મેળવનારા નાના વેપારીઓને MDRમાંથી મુક્તિ મળશે. રેલવે અને ઈંધણ જેવી કેટેગરીમાં 2 હજાર રૂપિયાથી વધુના વ્યવહાર પર મહત્તમ 5 રૂપિયાની ફી રહેશે, જ્યારે અન્ય મોટા P2M વ્યવહારો પર 0.4 ટકા ચાર્જ લાગશે, જેની મહત્તમ મર્યાદા 300 રૂપિયા રહેશે. 2 હજાર રૂપિયાથી ઓછા પેમેન્ટ મેળવનારા 95 ટકા વેપારીઓ પર કોઈ ચાર્જ નહીં લાગે.

