VIDEO : મધ્યપ્રદેશમાં કલરના ગોડાઉનમાં ભીષણ આગ, લાખો રૂપિયાનો માલસામાન બળીને ખાખ
સોર્સ : gstv
મધ્યપ્રદેશના ભીંડમાં ઈટાવા રોડ પર આવેલ એક ઓઈલ પેઈન્ટના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ગોડાઉનના બે માળ તેની લપેટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં લાખો રૂપિયાની કિંમતનો પેઈન્ટનો જથ્થો અને અન્ય માલસામાન બળીને ખાખ થઈ ગયો છે.આગની જાણ થતા જ સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

