Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'NEET exam will be held ONLINE from next year..', big announcement by Union Education Minister

VIDEO: આગામી વર્ષથી NEETની પરીક્ષા ON LINE યોજાશે..', કેન્દ્રીય શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત

Timeછેલ્લું અપડેટ : 15 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

 NEET 2026ની પરીક્ષાનું પણ પેપર ફૂટી ગયા બાદ હવે નીટની નવી પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઇ છે. ત્યારે આ મામલે ખુદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્રેસ કોન્ફરન્સ યોજીને એક મોટું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે હવેથી આગામી વર્ષથી NEET ની પરીક્ષા ઓનલાઈન એટલે કે કોમ્પ્યુટર બેઝ્ડ યોજાશે. OMR શીટનો વિકલ્પ હવે હટી જશે. દરેક વિદ્યાર્થીઓએ કોમ્પ્યુટર પર પરીક્ષા આપવાની રહેશે.  

App Store

દોષિતોને પાતાળમાંથી પણ શોધી કાઢીશું: શિક્ષણ મંત્રી

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મીડિયા સમક્ષ કડક શબ્દોમાં જણાવ્યું કે, જે પણ લોકો આ પેપર લીક કાંડમાં સામેલ છે તેમને છોડવામાં આવશે નહીં, તેમને 'પાતાળમાંથી પણ શોધી કાઢવામાં આવશે'. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકારની લડાઈ પરીક્ષા માફિયાઓ સામે છે. સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી બચવા તેમણે અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે આ મામલે CBI તપાસ સોંપવામાં આવી છે જે આ કૌભાંડના મૂળ સુધી જશે.

21 જૂને લેવાશે નવી પરીક્ષા, 14 જૂને એડમિટ કાર્ડ

NTA દ્વારા સોશિયલ મીડિયા પર નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે. હવે NEET 2026 ની નવી પરીક્ષા 21 જૂનના રોજ યોજાશે. આ પરીક્ષા માટેના એડમિટ કાર્ડ 14 જૂન સુધીમાં જારી કરી દેવામાં આવશે. આ વખતે વિદ્યાર્થીઓને પેપર લખવા માટે 15 મિનિટનો વધારાનો સમય પણ આપવામાં આવશે. વિદ્યાર્થીઓ પર આર્થિક બોજ ન પડે તેની જવાબદારી પણ સરકાર લેશે અને વિદ્યાર્થીઓને તેમની પસંદગીના શહેરમાં પરીક્ષા કેન્દ્ર પસંદ કરવા માટે એક અઠવાડિયાનો સમય અપાશે.

આગામી વર્ષથી પરીક્ષા ઓનલાઈન લેવાનો મોટો નિર્ણય

શિક્ષણ મંત્રીએ એક ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું કે, પેપર લીક જેવી ઘટનાઓ પર કાયમી લગામ લગાવવા માટે આગામી વર્ષથી NEET UG ની પરીક્ષા ઓનલાઈન (Computer Based) આયોજિત કરવામાં આવશે. ઓનલાઈન મોડને કારણે સુરક્ષા વધુ મજબૂત બનશે અને ગેરરીતિની શક્યતાઓ નહિવત થઈ જશે.