VIDEO/ મોરબીના જેતપર રોડ પર સિરામિક ફેક્ટરીમાં વિકરાળ આગ
સોર્સ : gstv
મોરબીના જેતપર રોડ પર આવેલી ઇટામિક્ષ સિરામિક ફેક્ટરીમાં આગ લાગી હતી. ફેક્ટરીમાં પડેલા ખુરશીના જથ્થામાં અચાનક આગ ભભૂકી ઉઠતાં આસપાસના વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી. આગનું વિકરાળ સ્વરૂપ જોતા મોરબી ફાયર વિભાગ દ્વારા તરત જ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ચાર વોટર બ્રાઉઝર સાથે ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી લાંબા સમયની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, ખુરશીના લાખો રૂપિયાના જથ્થા અને મશીનરીને ભારે નુકસાન થયું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

