Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Massive fire breaks out in closed paint warehouse in Rajapur Industrial Area

VIDEO: ગાઝિયાબાદના રાજાપુર ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં પેઇન્ટના બંધ વેરહાઉસમાં ભીષણ આગ

Timeછેલ્લું અપડેટ : 09 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં આવેલી રાજાપુર ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં એક બંધ પેઇન્ટ વેરહાઉસમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. પેઇન્ટના ડબ્બા અને તેમાં વપરાતા કેમિકલ્સને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં ધુમાડાના કાળા ગોટા જોવા મળ્યા હતા.ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. વેરહાઉસ બંધ હોવાને કારણે સદનસીબે કોઈ જાનહાનિ  થયી નથી  પરંતુ અંદર રાખેલો લાખોનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો .ફાયર ફાઈટરોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે, જોકે પોલીસ અને તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

App Store