VIDEO: ઉત્તર પ્રદેશના પીલીભીતમાં ડમ્પર અને કાર વચ્ચે ભીષણ અકસ્માત, ૩ ના મોત
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં પુરનપુર નજીક નેશનલ હાઇવે-૭૩૦ પર એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે. પૂરઝડપે આવી રહેલા ડમ્પર અને કાર વચ્ચે સામસામે ભીષણ ટક્કર થતાં ૩ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે ૨ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત એટલો બયાનક હતો કે કારનો કૂચડો નીકળી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને કાયદેસરની કારવાઈ હાથ ધરી છે. આ ગોઝારા અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

