VIDEO: ભારે વરસાદને પગલે અનેક સોસાયટીઓ અને રસ્તાઓ જળબંબાકાર
હરિયાણાના ગુરુગ્રામમાં આજે વરસેલા ભારે વરસાદને કારણે સેક્ટર ૧૫ વિસ્તારના રહેવાસીઓ માટે વિકટ પરિસ્થિ

હરિયાણાના ગુરુગ્રામમાં આજે વરસેલા ભારે વરસાદને કારણે સેક્ટર ૧૫ વિસ્તારના રહેવાસીઓ માટે વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી . વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે સોસાયટીઓના મુખ્ય પ્રવેશદ્વાર અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિક લોકોને ઘરની બહાર નીકળવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો . અનેક નીચાણવાળા મકાનોમાં પાણી ઘૂસી જવાની ભીતિને કારણે રહીશોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું . સ્થાનિકોએ વહીવટી તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે દર વર્ષે ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં આવી જ સ્થિતિ સ્રજાયી હતી .પ્રશાસન દ્વારા પાણીના નિકાલ માટે તાત્કાલિક પંપ મૂકવાની અને ગટર વ્યવસ્થા સુધારવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી હતી




