VIDEO: મનસુખ માંડવિયાએ તિરંગા સાયકલ રેલી યોજી
સોર્સ : gstv
દિલ્હીમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના નેતૃત્વમાં ‘હર ઘર તિરંગા’ સાયકલ રેલી યોજાઈ હતી. સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો અને યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લઈને સાયકલ સવારોએ દેશભક્તિના નારા લગાવ્યા હતા. રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં રાષ્ટ્રભાવના અને તિરંગા પ્રત્યે સન્માનની ભાવના વધુ મજબૂત કરવાનો હતો. ડૉ. મનસુખ માંડવિયાએ નાગરિકોને ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા અને પોતાના ઘરો પર તિરંગો ફરકાવવાની અપીલ કરી હતી. રેલી દરમિયાન દેશભક્તિના માહોલના દૃશ્યો પણ સામે આવ્યા હતા.

