મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ટાઈગર શ્રોફ હુમલા મામલે મોટા અહેવાલ મહારાષ્ટ્ર પોલીસે 16 કલાકમાં 4 શંકાસ્પદોની કરી અટકાયત

ટાઈગર શ્રોફ હુમલા મામલે મોટા અહેવાલ  મહારાષ્ટ્ર પોલીસે 16 કલાકમાં 4 શંકાસ્પદોની કરી  અટકાયત
આ સમાચાર સાંભળો

મુંબઈના જુહુ વિસ્તારમાં બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ પર થયેલા જીવલેણ હુમલાની ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. હુમલાના ગણતરીના કલાકોમાં તપાસનો ધમધમાટ શરૂ કરીને પોલીસે માત્ર 16 કલાકના ગાળામાં 4 શંકાસ્પદ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

16 કલાકમાં 4 શંકાસ્પદોની અટકાયત

ઘટના બાદ તરત જ એક્શનમાં આવેલી પોલીસ ટીમોએ અલગ-અલગ રાજ્યોમાં તપાસ તેજ કરી હતી. જેમાં રાજસ્થાનના કોટા ખાતેથી રેલવે કોલોની પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 3 શંકાસ્પદ આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જોકે, કોટા શહેર પોલીસે હજુ સુધી સત્તાવાર રીતે આ ધરપકડની પુષ્ટિ કરી નથી. આ સિવાય એક અન્ય આરોપીને મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પરથી ઝડપી લેવામાં આવ્યો છે. આમ, 16 કલાકની અંદર કુલ 4 શંકાસ્પદો પોલીસના સકંજામાં આવી ચૂક્યા છે.

કોટાથી પકડાયેલા આરોપીઓની વિગત

મળતી માહિતી મુજબ, કોટાથી પકડાયેલા ત્રણેય આરોપીઓ મુંબઈથી ટ્રેન પકડીને ભાગ્યા હતા. પૂણે-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં તેઓ હોવાની ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે કોટા રેલવે કોલોનીમાંથી તેમને દબોચી લેવાયા હતા. આ પકડાયેલા શખ્સો પૈકી બે હરિયાણાના અને એક બિહારનો રહેવાસી છે.

ફૂટબોલ રમીને પરત ફરતાં 5 રાઉન્ડ ફાયરિંગ: ટાઇગર અને ડ્રાઇવર ઈજાગ્રસ્ત

રવિવારે ટાઇગર શ્રોફ ફૂટબોલ રમીને પરત ફરી રહ્યો હતો, તે દરમિયાન બે અજાણ્યા હુમલાખોરોએ અચાનક 5 રાઉન્ડ અંધાધૂંધ ફાયરિંગ કરી દીધું હતું. આ હુમલામાં ટાઇગર શ્રોફના ડ્રાઇવરને સીધી ગોળી વાગી હતી, જ્યારે પોતે ટાઇગર શ્રોફ પણ ઈજાગ્રસ્ત થયો હતો. પ્રાથમિક તપાસ વચ્ચે આ હુમલાની જવાબદારી કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગે સ્વીકારી હોવાની વિગતો સામે આવતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે.

આ સમાચાર શેર કરો