Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Major administrative change in NTA amid NEET controversy

NEET વિવાદ બાદ NTAમાં મોટો વહીવટી ફેરફાર, અનુજા બાપટ અને રૂચિતા વિજ બન્યા જોઈન્ટ સેક્રેટરી

Timeછેલ્લું અપડેટ : 16 May 2026
લાઇવ ટીવીGoogle News
NEET વિવાદ બાદ NTAમાં મોટો વહીવટી ફેરફાર, અનુજા બાપટ અને રૂચિતા વિજ બન્યા જોઈન્ટ સેક્રેટરી
સોર્સ : gstv

NEET પરીક્ષા વિવાદ વચ્ચે મોદી સરકારે NTAમાં એક મોટો વહીવટી ફેરફાર કર્યો છે.  NTAની વહીવટી પ્રક્રિયાને વધુ મજબૂત અને પારદર્શક બનાવવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા બે વરિષ્ઠ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ અંતર્ગત અનુજા બાપટ અને રૂચિતા વિજને NTA ના નવા જોઈન્ટ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

App Store

મોટો વહીવટી સુધારો

દેશની પ્રતિષ્ઠિત પરીક્ષાઓનું આયોજન કરતી સંસ્થા NTA ની કામગીરી અને વ્યવસ્થાપનને સુધારવા માટે આ નિર્ણય લેવાયો છે. અનુજા બાપટ અને રૂચિતા વિજ હવે જોઈન્ટ સેક્રેટરી તરીકે એજન્સીની મહત્વની વહીવટી અને પરીક્ષાલક્ષી કામગીરીઓ સંભાળશે. આ બંને મહિલા અધિકારીઓની નિમણૂક NTA માં વહીવટી તંત્રને વધુ ગતિશીલ બનાવવા માટે કરવામાં આવી છે.

દેશભરમાં NEET અને અન્ય મહત્ત્વની સ્પર્ધાત્મક પરીક્ષાઓના આયોજન અને પેપર લીક જેવા વિવાદો વચ્ચે NTA ના માળખામાં થઈ રહેલા આ વહીવટી ફેરફારો ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. સરકાર આ નિમણૂકો દ્વારા પરીક્ષા પ્રણાલીમાં વિદ્યાર્થીઓનો વિશ્વાસ ફરી મજબૂત કરવા ઈચ્છે છે.