VIDEO: લખનૌમાં બડે મંગલ પર્વની ધૂમ; સાંસદ ડૉ. દિનેશ શર્માએ હનુમાન મંદિરે કરી પૂજા, આ વર્ષે 8 મંગળવારનો વિશેષ સંયોગ
સોર્સ : GSTV
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બડે મંગલ પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ ખાસ પ્રસંગે રાજ્યસભા સાંસદ ડો. દિનેશ શર્માએ અલીગંજ સ્થિત પ્રાચીન હનુમાન મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. આ વર્ષે અધિકમાસ હોવાથી 5ને બદલે 8 મંગળવારનો વિશેષ સંયોગ બન્યો છે. લખનૌનું આ પર્વ સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે, જ્યાં ઠેર-ઠેર ભંડારા અને પ્યાઉ (પાણીની પરબ) દ્વારા સેવા કરવામાં આવે છે. ડો. શર્માએ આ મુલાકાત દરમિયાન દેશમાં શાંતિ, સમૃદ્ધિ અને એકતાની પ્રાર્થના કરી હતી. માનવામાં આવે છે કે હનુમાનજી અહીં એક મહિનો રોકાયા હતા, જે આ સ્થાનનું મહત્વ વધારે છે. આ સાથે જ રાજ્યસભા સાંસદ ડો.દિનેશ શર્માએ બંગાળમાં ભાજપની જીત પર પોતાની પ્રતિક્રિયા વ્યકત કરી હતી.

