VIDEO: તમિલનાડુમાં TVK 108 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ, થલાપતિ વિજયની તિરુચિરાપલ્લી ઈસ્ટ અને પેરામ્બુરમાં શાનદાર જીત
સોર્સ : GSTV
તમિલનાડુવિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોમાં ઐતિહાસિક જીત બાદ ચેન્નાઈમાં TVK ના અધ્યક્ષ અને અભિનેતા-રાજનેતા વિજયના નિવાસસ્થાન બહાર ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. TVK ચીફ વિજયે તિરુચિરાપલ્લી ઈસ્ટ અને પેરામ્બુર બંને બેઠકો પરથી શાનદાર જીત નોંધાવી છે. પેરામ્બુર બેઠક પર તેમણે 53,000થી વધુ મતોના માર્જિનથી જીત મેળવી છે. પરિણામો બાદ ચેન્નાઈ સ્થિત તેમના નિવાસસ્થાન બહાર મોટી સંખ્યામાં સમર્થકો અને ચાહકો ઉમટી પડ્યા છે. સમર્થકો ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી અને પક્ષના ઝંડા લહેરાવી વિજયનો ઉત્સવ મનાવી રહ્યા છે. વિજયની પાર્ટી TVK તમિળનાડુમાં 108 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે, જેણે રાજ્યના દાયકાઓ જૂના રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે.

