Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Lok Sabha seats will increase to 850, government is bringing a new bill

લોકસભાની બેઠકો વધીને 850 થશે, સરકારે સાંસંદો સાથે 'બંધારણ સુધારા બિલ' કર્યું શેર

Timeછેલ્લું અપડેટ : 14 Apr 2026
લાઇવ ટીવીGoogle News
લોકસભાની બેઠકો વધીને 850 થશે, સરકારે સાંસંદો સાથે 'બંધારણ સુધારા બિલ' કર્યું શેર
સોર્સ : gstv

કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય સંસદના નીચલા ગૃહ એટલે કે લોકસભાની સભ્ય સંખ્યામાં ધરખમ વધારો કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, સરકારે સાંસદો સાથે 'બંધારણ (131મો સુધારો) બિલ, 2026' શેર કર્યું છે. આ બિલમાં લોકસભાની કુલ બેઠકોની મર્યાદા વધારીને 850 કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

App Store

આ બિલ આગામી વસતી ગણતરીના આધારે લોકસભા બેઠકોની સંખ્યા વધારીને વધુમાં વધુ 850 કરવા, મતવિસ્તારોના પુનઃનિર્ધારણ (સીમાંકન) અને મહિલા અનામતના અસરકારક અમલીકરણ માટે વૈધાનિક માર્ગ મોકળો થશે. સરકારના આ પગલા સાથે, દાયકાઓથી પડતર બેઠકોના પુનર્ગઠનને સીલ કરવા અને ભાષાકીય અને પ્રાદેશિક પ્રતિનિધિત્વ માટે એક નવું માળખું સ્થાપિત કરવા માટે પ્રક્રિયા ઔપચારિક રીતે શરૂ થઈ ગઈ છે.

BREAKING: લોકસભાની બેઠકો 543થી વધીને 850 થઈ શકે છે, કેન્દ્ર સરકારે તૈયાર કર્યું નવું બિલ 2 - image

બંધારણ મુજબ, હાલમાં રાજ્યોમાંથી 530 અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 20 બેઠકો હોઈ શકે છે. જોકે, સીમાંકન પંચે કુલ બેઠકોની સંખ્યા 543 નક્કી કરી હતી. સરકારે સાંસદોને બંધારણ (131મો સુધારો) બિલની નકલો વહેંચી છે.