VIDEO: દિલ્હીના રાની ગાર્ડનમાં મંદિરને તોડી પાડવાની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ
સોર્સ : gstv
રાજધાની દિલ્હીના રાની ગાર્ડન વિસ્તારમાં આવેલા મંદિરને તોડી પાડવાની કામગીરી હાથ ધરાતા સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અહીંના 30 વર્ષ જૂના ગૌરી શંકર આનંદ ધામ મંદિરને તોડી પાડવાની કવાયતથી લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. લોકોનું માનવુ છે કે આ સ્થળનો ઇતિહાસ તેમના પૂર્વજો સાથે જોડાયેલો છે. દાયકાઓથી આ સંસ્થા અને આ મંદિર સામાજિક કાર્યો અને લોકોની આસ્થાનું કેન્દ્ર રહ્યુ છે. મંદિર સાથે જોડાયેલા લોકોનું માનવુ છે કે કોઈપણ નોટિસ વગર ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે. સંચાલકોનો રોષ છે કે જે સરકાર પાસે તેઓ હિન્દુ વારસાના રક્ષણની આશા રાખતા હતા, તે સરકારના શાસનમાં મંદિરો સુરક્ષિત નથી.

