VIDEO: લિવ-ઈન સંબંધો લગ્ન સમાન: પરિવાર કે મિત્રો તેમની આ પસંદગીમાં દખલ કરી શકે નહિ
સોર્સ : gstv
દિલ્હી હાઈકોર્ટે એક મામલાની સુનાવણી દરમિયાન જણાવ્યું કે પુખ્ત વયના લોકો વચ્ચે સંમતિથી સ્થપાયેલા લિવ-ઈન સંબંધો લગ્ન સમાન જ છે. પરિવાર કે મિત્રો તેમની આ પસંદગીમાં દખલ કરી શકે નહીં અથવા તેમની સલામતીને જોખમમાં મૂકી શકે નહીં, અને આવા યુગલો પોલીસ સુરક્ષા મેળવવા માટે સંપૂર્ણ હકદાર છે....ન્યાયાધીશ સૌરભ બેનર્જીએ છોકરીના પરિવાર તરફથી ધમકીઓનો સામનો કરી રહેલા એક લિવ-ઈન યુગલને પોલીસ સુરક્ષા પૂરી પાડતા આ આદેશ આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે પુખ્ત વયના વ્યક્તિઓ પોતાની પસંદગીના જીવનસાથી સાથે રહેવાના તમામ મૂળભૂત અધિકારો ધરાવે છે. કોઈપણ જાતિ, ધર્મ કે સામાજિક પૂર્વગ્રહોના આધારે બંધારણ દ્વારા આપવામાં આવેલા આ અધિકારોને છીનવી શકાય નહીં.

