VIDEO: "તેમાં ગુનો ક્યાં બને?" લિવ-ઈન અને લગ્નનું ખોટું વચન આપી યૌન શોષણની અરજી અંગે સુપ્રીમે મહિલાને કરી વેધક ટિપ્પણી
સોર્સ : GSTV
સુપ્રીમ કોર્ટે લિવ-ઈન રિલેશનશિપ અને લગ્ન કરવાનું ખોટું વચન આપી યૌન શોષણ કર્યું હોવાનો આક્ષેપ કરતી અરજી પર સુનાવણી કરતી વખતે મહિલાને વેધક ટિપ્પણી કરી. મધ્યપ્રદેશમાં એક મહિલા લિવ-ઈન રિલેશનશીપમાં એક પુરુષ સાથે 15 વર્ષ રહી હતી, ત્યારબાદ મહિલાએ પુરુષ વિરુદ્ધ યૌન શોષણ સહિતનો આક્ષેપ કરીને પોલીસમાં એફઆઈઆર નોંધાવી હતી, જેને મધ્યપ્રદેશ હાઈકોર્ટે રદ કરી દેતા મહિલાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટના જજ બી.વી.નાગરત્ના અને જજ ઉજ્જવલ ભુઈયાની બેંચે મહિલાને સવાલ કર્યો છે કે, જ્યારે પરસ્પર સંમતીથી સંબંધો બંધાયા હોય, ત્યારે તેમાં ગુનો ક્યાં બને? મહિલા-પુરુષ લગ્ન કર્યા વગર 15 વર્ષ સુધી સાથે રહ્યા, તેઓને સાત વર્ષનું બાળક પણ છે અને હવે મહિલા યૌન શોષણનો આક્ષેપ કરી રહી છે.

