VIDEO: બિહારના લાલગંજમાં નિર્માણાધીન પુલનું લોન્ચર ધરાશાયી, અકસ્માતમાં 8 ઈજાગ્રસ્ત, બેની હાલત ગંભીર
બિહારના લાલગંજમાં આજે નિર્માણાધીન પુલ પર એક 'લોન્ચર' ધરાશાયી થયું હતું. આ ઘટનામાં લોન્ચરની અડફેટે આવવાથી આઠ કામદારો ઘાયલ થયા હતા, જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ સ્થળ પર લોકોના ટોળાં એકત્ર થઈ ગયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
નિર્માણાધીન પુલનું લોન્ચર અચાનક ધરાશાયી થયું
વૈશાલીના લાલગંજમાં NHAIના NH-139W ફોર-લેન હાઈવે પ્રોજેક્ટ (જે 'ભારતમાલા' યોજના હેઠળ નિર્માણાધીન છે) પર ગુરુવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. નિર્માણ કાર્ય દરમિયાન પુલનું લોન્ચર અચાનક ધરાશાયી થતાં અનેક કામદારો ઘાયલ થયા હતા.વૈશાલીના લાલગંજમાં 'ભારતમાલા પરિયોજના' હેઠળ નિર્માણાધીન NHAIના NH-139W ફોર-લેન રોડ પ્રોજેક્ટ પર ગુરુવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. બાંધકામ દરમિયાન, પુલ માટે વપરાતું 'લોન્ચિંગ ગર્ડર' (લોન્ચર) અચાનક ધરાશાયી થતાં અનેક કામદારો ઘાયલ થયા હતા.

