Video: સોનિયા ગાંધીએ પોતાના પુસ્તક 'બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ'માં પરિવાર અને અંગત જીવનના અનુભવો રજૂ કર્યા

સોર્સ: gstv

કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીના આત્મકથાત્મક પુસ્તક 'બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ'નું ભવ્ય વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોનિયા ગાંધીએ પુસ્તક લખવા પાછળના કારણો અને પોતાના અંગત જીવનના અનુભવો અંગે ખુલીને વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વર્ષોથી તેમના પરિવાર વિશે અનેક વાતો કરવામાં આવી છે, જેમાંથી ઘણી હકીકતથી દૂર છે. સાસુ ઈન્દિરા ગાંધી, પતિ રાજીવ ગાંધી અને પુત્ર રાહુલ ગાંધી વિશે પણ અનેક ખોટી વાતો રજૂ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. પોતાના પરિવાર અને જીવનનો સાચો પક્ષ લોકો સમક્ષ મૂકવાની ઇચ્છા આ પુસ્તક લખવાનું મુખ્ય કારણ હોવાનું સોનિયા ગાંધીએ જણાવ્યું હતું. પુત્ર રાહુલ અને પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાની પ્રેરણાથી તેમણે પોતાની કહાની શબ્દોમાં રજૂ કરી છે,

આ સમાચાર શેર કરો

જાહેરાત