Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Late night encounter in Gurugram: 4 miscreants of Deepak Nandal gang killed,

VIDEO: ગુરુગ્રામમાં મોડી રાત્રે એન્કાઉન્ટર: દીપક નાંદલ ગેંગના 4 બદમાશો ઠાર, 3 પોલીસકર્મી ઘાયલ

Timeછેલ્લું અપડેટ : 10 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

Gurugram Police Encounter : હરિયાણાના ગુરુગ્રામમાં મોડી રાત્રે પોલીસ અને ગુનેગારો વચ્ચે ભયાનક એન્કાઉન્ટર થયું છે. ક્રાઈમ બ્રાન્ચ અને કૂખ્યાત ગેંગસ્ટર દીપક નાંદલ ગેંગ વચ્ચે થયેલા સામસામે ગોળીબારમાં 4 બદમાશો ઘટનાસ્થળે જ ઠાર થયા છે. આ ક્રોસ ફાયરિંગમાં ગેંગનો 1 અન્ય શૂટર ગંભીર રીતે ઘાયલ થયો છે, જ્યારે ક્રાઈમ બ્રાન્ચના 3 પોલીસ જવાનો પણ ગોળી વાગવાથી ઈજાગ્રસ્ત થયા છે. પ્રશાસન હાલ આ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરી રહ્યું છે.

App Store

ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન
દિલ્હી-NCR માં ગુનાખોરી નાબૂદ કરવાના અભિયાન હેઠળ ગુરુગ્રામ પોલીસની ક્રાઈમ બ્રાન્ચને વિસ્તારમાં દીપક નાંદલ ગેંગના હથિયારધારી શૂટરો છુપાયા હોવાની ગુપ્ત માહિતી મળી હતી. આ ઇનપુટના આધારે પોલીસે તાત્કાલિક એક ખાસ ટીમ બનાવીને બદમાશોની ઘેરાબંધી શરૂ કરી હતી. પોલીસને જોતા જ બદમાશોએ બચવા માટે અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

સામસામે સેંકડો રાઉન્ડ ફાયરિંગ
બદમાશોના હુમલા બાદ પોલીસે પણ સ્વબચાવમાં જવાબી કાર્યવાહી કરી હતી. બંને તરફથી ઘણી રાઉન્ડ ગોળીઓ છૂટતા આખો વિસ્તાર ધણધણી ઊઠ્યો હતો. આ અથડામણમાં ગેંગના 4 શાર્પશૂટર ત્યાં જ માર્યા ગયા હતા, જ્યારે 5મા શૂટરને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો છે, જ્યાં તે ભારે સુરક્ષા વચ્ચે સારવાર હેઠળ છે.

3 જવાનો ઘાયલ, તપાસ તેજ
આ લોહિયાળ મુઠભેડમાં ક્રાઈમ બ્રાન્ચના 3 જવાનો પણ બદમાશોની ગોળીઓનો ભોગ બન્યા છે. ઘાયલ જવાનોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે હાલ એન્કાઉન્ટર વાળી જગ્યાને ચારેય તરફથી સીલ કરી દીધી છે અને ઘટનાસ્થળેથી પુરાવા એકઠા કરીને આગળની સઘન તપાસ શરૂ કરી છે.