VIDEO: ગુરુગ્રામમાં શિલ્પા શેટ્ટીનો યોગ ઉત્સાહ સેંકડો લોકો સાથે કર્યા યોગાસન
સોર્સ : GSTV
આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમમાં જાણીતી અભિનેત્રી અને ફિટનેસ આઈકોન શિલ્પા શેટ્ટીએ વિશેષ ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં શિલ્પા શેટ્ટીએ સેંકડો લોકો સાથે મળીને વિવિધ જટિલ યોગાસનો કર્યા હતા. યોગ દ્વારા સ્વાસ્થ્ય જાળવવા અંગેના પોતાના અનુભવો શેર કરતા તેમણે જણાવ્યું હતું કે, યોગ એ સ્વસ્થ શરીર અને શાંત મન માટેનો શ્રેષ્ઠ માર્ગ છે. 'યોગ ફોર હેલ્ધી એજિંગ' થીમ પર આધારિત આ કાર્યક્રમમાં શિલ્પા શેટ્ટીએ ખાસ કરીને યુવાનોને નિયમિત યોગ અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમની ઉપસ્થિતિથી કાર્યક્રમમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

