VIDEO: ગુરુગ્રામમાં ચોંકાવનારી ઘટના! પેટીમાંથી મળી યુવકની લાશ, અંગત અદાવતમાં ખેલાયો ખૂની ખેલ
સોર્સ : GSTV
VIDEO: હરિયાણાના ગુરુગ્રામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી , જ્યાં એક વ્યક્તિની હત્યા કરી તેની લાશને લોખંડની પેટીમાં છુપાવી દેવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી.
પોલીસને બાતમી મળતા ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.ત્વરિત કાર્યવાહી કરતા ગુરુગ્રામ પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી હતી . પ્રાથમિક તપાસ મુજબ, અંગત અદાવત અથવા ઝઘડાના કારણે આ હત્યા કરવામાં આવી હોવાનું મનાઈ રહ્યું હતું . પોલીસે ગુનો નોંધીને હત્યામાં વપરાયેલા હથિયારો અને અન્ય પુરાવાઓ એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ હાથ ધરી હતી . આ ઘટનાએ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી સવાલો ઉભા કર્યા હતા .

