VIDEO: કાશી વિશ્વનાથ ધામમાં કાવડિયાઓનો ઘસારો
સોર્સ : gstv
વારાણસીના કાશી વિશ્વનાથ ધામમાં શ્રાવણ મહિનાના બીજા સોમવાર પૂર્વે કાવડિયાઓ અને ભક્તોની ભારે ભીડ ઉમટી છે. ભગવાન શિવના દર્શન અને પૂજા માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વારાણસી પહોંચ્યા છે. મંદિર પરિસરમાં હર હર મહાદેવના જયઘોષ સાથે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તોની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે તંત્ર દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શ્રાવણના બીજા સોમવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચે તેવી શક્યતા છે.

