VIDEO: કર્ણાટક સરકારનો મોટો નિર્ણય: રાજ્યમાં એનાલોગ પનીરના વેચાણ અને ઉત્પાદન પર એક વર્ષનો પ્રતિબંધ મૂક્યો
સોર્સ : gstv
જાહેર આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કર્ણાટક સરકારે રાજ્યભરમાં પનીર તરીકે વેચાતા એનાલોગ પનીર એટલે કે નોન-ડેરી પનીર પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ તેના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પર રોક લગાવી દેવામાં આવી છે… વનસ્પતિ તેલ કે અન્ય બિન-ડેરી ઘટકોથી બદલીને અસલી પનીર જેવા દેખાતા આ ઉત્પાદનને હવે બજારમાં પનીર તરીકે વેચી શકાશે નહીં. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં અટકાવવા માટે આ કડક પગલું લેવાયું છે.

