VIDEO: કર્ણાટક કાવેરી પાણી વિતરણના નિર્દેશોનું પાલન સુનિશ્ચિત કરે: સુપ્રીમ કોર્ટ
સોર્સ : gstv
સુપ્રીમ કોર્ટે કર્ણાટકને કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટીના તમિલનાડુને પાણી છોડવા અંગેના નિર્દેશોનું પાલન સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. તમિલનાડુ સરકાર દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતા ન્યાયાધીશ વિક્રમ નાથની બેન્ચે આ આદેશ આપ્યો હતો. તમિલનાડુએ આક્ષેપ કર્યો હતો કે કર્ણાટક નિર્ધારિત પાણી છોડી રહ્યું નથી. જોકે, કર્ણાટકે દલીલ કરી હતી કે પૂરતું પાણી આપવામાં આવી રહ્યું છે અને સોમવારે સવારે પાણીનો પ્રવાહ 12 હજાર ક્યુસેકથી વધુ હતો, જે નિર્દેશિત જથ્થા કરતાં ઘણો વધારે છે.

