VIDEO: કર્ણાટકમાં કાવેરી નદીના પાણીના મુદ્દે રાજ્યવ્યાપી બંધનું આહ્વાન
સોર્સ : gstv
કર્ણાટકમાં કાવેરી નદીના પાણીના મુદ્દે રાજ્યવ્યાપી બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે. કાર્યકર વાટલ નાગરાજના આહ્વાન પર વિવિધ સંગઠનો દ્વારા બંધને સમર્થન આપવામાં આવ્યું છે. કાવેરી વોટર રેગ્યુલેશન કમિટીના તમિલનાડુને કાવેરીનું પાણી છોડવાના આદેશના વિરોધમાં આ બંધ યોજાઈ રહ્યો છે. કોપ્પલ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં બંધની અસર જોવા મળી રહી છે. વેપારીઓ અને સ્થાનિક સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. દેખાવકારો કાવેરીનું પાણી અન્ય રાજ્યમાં છોડવાના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

