VIDEO: ન્યાયતંત્ર એ અંગત હિસાબ ચૂકવવાનું સાધન નથી: સુપ્રીમ કોર્ટ
સોર્સ : gstv
સુપ્રીમ કોર્ટે ૧૧ વર્ષ કરતાં વધુ સમય બગાડવા બદલ એક વકીલ અને તેમના ભૂતપૂર્વ અસીલની સખત આલોચના કરી છે. જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે સ્પષ્ટ કર્યું કે ન્યાયતંત્ર એ અંગત હિસાબ ચૂકવવાનું સાધન નથી..કોર્ટે નોંધ્યું કે બંને પક્ષોએ તથ્યો છુપાવીને કોર્ટનો સંપર્ક કર્યો હતો. આ લડાઈ પાછળ બાર કાઉન્સિલ અને હાઈકોર્ટનો કિમતી સમય બરબાદ થયો છે, જે ખરેખર જરૂરિયાતમંદ અરજદારોના હકનો હતો. આ કેસ ૨૦૧૩માં એક મહિલા દ્વારા પોલીસ અધિકારી સામે કરાયેલા જાતીય હુમલાના પ્રયાસના આરોપ સાથે જોડાયેલો છે.

