Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Delhi HC Issues Contempt action against aap 6 leaders including Kejriwal, Sisodia

ન્યાયતંત્ર સામે મોરચો માંડવો 'આપ'ને ભારે પડ્યો, કેજરીવાલ, સિસોદિયા સહિત 6 નેતાઓ સામે અવમાનનાની કાર્યવાહી

Timeછેલ્લું અપડેટ : 19 May 2026
લાઇવ ટીવીGoogle News
ન્યાયતંત્ર સામે મોરચો માંડવો 'આપ'ને ભારે પડ્યો, કેજરીવાલ, સિસોદિયા સહિત 6 નેતાઓ સામે અવમાનનાની કાર્યવાહી
સોર્સ : gstv

દિલ્હી દારૂ નીતિ મામલે ચાલી રહેલી કાયદાકીય ખેંચતાણ વચ્ચે હવે આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓ ક્રિમિનલ કન્ટેમ્પ્ટના ગંભીર સકંજામાં આવી ગયા છે. સોશિયલ મીડિયા પર ન્યાયાધીશ વિરુદ્ધ ચલાવવામાં આવેલા કથિત કેમ્પેઈનને કારણે હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. 

App Store

દિલ્હી હાઈકોર્ટે મંગળવારે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ વિરુદ્ધ ક્રિમિનલ કન્ટેમ્પ્ટની કાર્યવાહી શરૂ કરતા નોટિસ ફટકારી છે. જસ્ટિસ નવીન ચાવલા અને જસ્ટિસ રવિન્દર દુદેજાની બનેલી ડિવિઝન બેન્ચે આ નેતાઓને 4 સપ્તાહની અંદર જવાબ દાખલ કરવા આદેશ આપ્યો છે. આ કેસમાં માત્ર અરવિંદ કેજરીવાલની સાથે મનીષ સિસોદિયા, સંજય સિંહ, વિનય મિશ્રા, દુર્ગેશ પાઠક અને સૌરભ ભારદ્વાજ જેવા આપના કદાવર નેતાઓના નામ સામેલ છે. 

ન્યાયતંત્રનું કડક વલણ: ડિજિટલ પુરાવા સુરક્ષિત રાખવા આદેશ

કોર્ટે રજિસ્ટ્રીને આદેશ આપ્યો છે કે ન્યાયાધીશ વિરુદ્ધ સોશિયલ મીડિયા અને ઈલેક્ટ્રોનિક પ્લેટફોર્મ્સ પર મૂકવામાં આવેલી તમામ 'અપમાનજનક' સામગ્રીની સુરક્ષિત રાખવામાં આવે. 

શા માટે ભડકી અવમાનનાની આગ? જાણો વિવાદનું મૂળ

આ સમગ્ર વિવાદ જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માની કોર્ટમાંથી શરૂ થયો હતો. જસ્ટિસ શર્મા દારૂ નીતિ કેસમાં તમામ 23 આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના ટ્રાયલ કોર્ટના નિર્ણય સામેની CBIની અરજી પર સુનાવણી કરી રહ્યા હતા. સુનાવણી દરમિયાન અરવિંદ કેજરીવાલ અને અન્ય નેતાઓએ જસ્ટિસ શર્મા પર પક્ષપાતની આશંકા વ્યક્ત કરીને આ કેસમાંથી હટી જવા અરજી કરી હતી.

જસ્ટિસ શર્મા વિરુદ્ધ કેજરીવાલ અને સિસોદિયા

જોકે, જસ્ટિસ શર્માએ આ અરજી ફગાવી દીધી અને પોતે જ સુનાવણી ચાલુ રાખશે તેવો નિર્ણય કર્યો. આ નિર્ણય બાદ કેજરીવાલ અને સિસોદિયાએ જસ્ટિસ શર્માને પત્ર લખીને જાહેરાત કરી દીધી કે તેઓ તેમની કોર્ટની સુનાવણીનો બહિષ્કાર કરે છે અને તેઓ વ્યક્તિગત રીતે કે વકીલ મારફતે હાજર થશે નહીં. આ કથિત વિરોધ અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર ન્યાયાધીશને નિશાન બનાવતી પોસ્ટ્સ અને વીડિયોઝ સામે આવતા જસ્ટિસ શર્માએ પોતે જ આ નેતાઓ સામે કન્ટેમ્પ્ટની કાર્યવાહી શરૂ કરી અને આ કેસ અન્ય બેન્ચને ટ્રાન્સફર કરી દીધો.

ટ્રાયલ કોર્ટનો ચુકાદો અને CBIની તપાસ પર સવાલો

આ વિવાદની પૃષ્ઠભૂમિ પર નજર કરીએ તો, 27 ફેબ્રુઆરીના રોજ ટ્રાયલ કોર્ટે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને કે. કવિતા સહિત તમામ 23 આરોપીઓને આ કેસમાંથી મુક્ત કરી દીધા હતા. એટલું જ નહીં, ટ્રાયલ કોર્ટે આ કેસમાં CBI ની તપાસ પદ્ધતિની પણ આકરી ટીકા કરી હતી. જોકે, 9 માર્ચના રોજ જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ પ્રાથમિક દ્રષ્ટિએ અવલોકન કર્યું હતું કે ટ્રાયલ કોર્ટના તારણો ભ્રમિત કરનારા અને ભૂલભરેલા હતા, જેના કારણે AAP નેતાઓમાં અસંતોષ વ્યાપ્યો હતો.