Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Jharkhand student agitation: Student leader Devendra Mahato drinks water

VIDEO: ઝારખંડ વિદ્યાર્થી આંદોલન: સોનમ વાંગચુક સાથે વાતચીત બાદ છાત્ર નેતા દેવેન્દ્ર મહતોએ જળ ગ્રહણ કર્યું

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

Jharkhand Protest News : ઝારખંડની રાજધાની રાંચીના જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમમાં JPSC અને JSSC પરીક્ષાઓમાં કથિત ગરબડ સામે ચાલી રહેલું વિદ્યાર્થીઓનું આંદોલન હવે એક નવા વળાંક પર પહોંચ્યું છે. જેએલકેએમ (JLKM) ના કેન્દ્રીય ઉપાધ્યક્ષ અને છાત્ર નેતા દેવેન્દ્ર નાથ મહતો છેલ્લા કેટલાક દિવસોથી કડક ભૂખ હડતાળ પર બેઠા હતા. તેમણે શરત મૂકી હતી કે પ્રખ્યાત પર્યાવરણવિદ અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક જાતે રાંચી આવીને તેમને મળશે ત્યારે જ તેઓ અનશન તોડશે.

App Store

આ દરમિયાન, સોનમ વાંગચુકે ટેલિફોનિક વાતચીત કરીને દેવેન્દ્ર મહતોને પોતાની તંદુરસ્તીનું ધ્યાન રાખવા અને પાણી તથા મધ ગ્રહણ કરવા ખાસ વિનંતી કરી હતી. વાંગચુકના સતત આગ્રહ બાદ મહતોએ પાણી પીને પોતાનું 'વોટર ફાસ્ટ' તોડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાંચીમાં વિદ્યાર્થીઓના આ આંદોલનનો આજે 12મો દિવસ છે.

'અનશનનો હેતુ સરકારને જગાડવાનો છે, પોતાને નુકસાન પહોંચાડવાનો નહીં'

ફોન પર વાતચીત દરમિયાન દેવેન્દ્ર મહતોએ વાંગચુક પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કર્યો હતો અને તેમની હાજરીમાં જ જળ ગ્રહણ કરવાની ઈચ્છા દર્શાવી હતી. જેના જવાબમાં સોનમ વાંગચુકે આંદોલનને પોતાનું પૂર્ણ સમર્થન આપતાં ટૂંક સમયમાં જ રાંચી આવવાની ખાતરી આપી હતી.

વાંગચુકે મહતોને સમજાવતા કહ્યું હતું કે, જો તેઓ પાણી અને મીઠું પણ નહીં લે તો લાંબા સમય સુધી લડત આપી શકશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે, અનશનનો મુખ્ય હેતુ ઘોર નિંદ્રામાં સોયેલી સરકારને જગાડવાનો છે, નહીં કે પોતાના શરીરને નુકસાન પહોંચાડવાનો. મહાત્મા ગાંધીનું ઉદાહરણ આપતાં તેમણે જણાવ્યું કે, ગાંધીજી પણ અનશન દરમિયાન પાણીમાં લીંબુ ઉમેરીને લેતા હતા, જેથી શરીરને લાંબા સમય સુધી ઉર્જા મળતી રહે.

પરીક્ષા ધાંધલીઓ સામે મોરચો

રાંચીના સ્ટેડિયમમાં વિદ્યાર્થીઓ JPSC, JSSC, CGL અને અન્ય સરકારી ભરતી પરીક્ષાઓમાં થયેલી કથિત ગેરરીતિઓ અને ધાંધલીઓ સામે સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

કોણ છે દેવેન્દ્ર નાથ મહતો?

શિક્ષણ: રાંચીના ગ્રામીણ વિસ્તારમાંથી આવતા દેવેન્દ્ર નાથ મહતોએ બુંડુમાંથી શાળાકીય અને ડો. શ્યામાપ્રસાદ મુખર્જી યુનિવર્સિટી રાંચીમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે. તેઓ સંસ્કૃત, કુરમાલી સહિતની જનજાતીય અને પ્રાદેશિક ભાષાઓમાં એમ.એ. (MA) તથા બી.એડ. (B.Ed.) ની ડિગ્રી ધરાવે છે.

રાજકીય અને સામાજિક પૃષ્ઠભૂમિ: મહતો વર્ષ 2015થી વિદ્યાર્થી આંદોલનો સાથે સક્રિય રીતે જોડાયેલા છે. 2024ની ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં તેમણે તમાડ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી પણ લડી હતી. ૬ઠ્ઠી JPSC પરીક્ષાના વિરોધ પ્રદર્શન વખતે જ તેમણે તેમની માતા ગુમાવી હતી.