Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Jharkhand Rajya Sabha Elections: Parimal Nathwani wins with the help of cross voting

ઝારખંડ રાજ્યસભા ઈલેક્શન: ક્રોસ વોટિંગના સહારે પરિમલ નથવાણી વિજેતા, કોંગ્રેસના ખાતામાં મોટી હાર

Timeછેલ્લું અપડેટ : 18 Jun 2026
લાઇવ ટીવીGoogle News
ઝારખંડ રાજ્યસભા ઈલેક્શન: ક્રોસ વોટિંગના સહારે પરિમલ નથવાણી વિજેતા, કોંગ્રેસના ખાતામાં મોટી હાર
સોર્સ : gstv

ઝારખંડમાં યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) સમર્થિત ઉમેદવાર પરિમલ નથવાણી ચૂંટણી જીતી ગયા છે. પરિમલ નથવાણીની આ જીત મુખ્યમંત્રી હેમંત સોરેન અને વિપક્ષી ગઠબંધન 'INDIA' બ્લોક માટે એક મોટો આંચકો માનવામાં આવી રહી છે. આ ચૂંટણીમાં INDIA બ્લોકના ધારાસભ્યો દ્વારા મોટા પાયે ક્રોસ વોટિંગ થયાના અહેવાલો સામે આવ્યા છે.

App Store

ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર, ધારાસભ્યોના ક્રોસ વોટિંગ વચ્ચે NDA સમર્થિત અપક્ષ ઉમેદવાર પરિમલ નથવાણીએ ગુરુવારે ઝારખંડમાં રાજ્યસભાની બે બેઠકોમાંથી એક બેઠક પર વિજય મેળવ્યો છે અને કોંગ્રેસના ઉમેદવાર પ્રણવ ઝાને હાર આપી છે. ઝારખંડમાં પરિમલ નથવાણીને 30 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 20 વોટ મળ્યા હતા. પરિમલ નથવાણીને મળેલી આ જીત પાછળ વિપક્ષી ધારાસભ્યોનું સમર્થન મુખ્ય કારણ રહ્યું છે, જેમાં અંદાજે 4 વિપક્ષી ધારાસભ્યોએ તેમની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું હતું.

જણાવી દઈએ કે, પરિમલ નથવાણી અગાઉ 2008 અને 2020 વચ્ચે ઝારખંડથી અપક્ષ સાંસદ તરીકે અત્યંત અસરકારક અને સતત એવી બે ટર્મ સુધી સેવા આપી ચૂક્યા છે, અને તેઓ રાજ્યસભાના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા અપક્ષ સાંસદ હોવાનો ખાસ રેકોર્ડ ધરાવે છે. વર્ષ 2020માં આંધ્રપ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યા બાદ, તેમનું ઝારખંડથી ફરીથી ચૂંટાઈ આવવું એ આ રાજ્યમાં તેમની મહત્વપૂર્ણ વાપસી છે. નથવાણીએ ઝારખંડને ઘણા લાંબા સમય અગાઉથી જ પોતાની "કર્મભૂમિ" તરીકે જાહેર કરી છે. 

પોતાની આ જીતમાં સહયોગ બદલ તેમણે ભાજપ અને NDAના સાથી પક્ષોના તમામ ધારાસભ્યોનો આભાર માન્યો હતો.  સાથે જ રાજ્ય માટે પોતાના વિઝન અને ભવિષ્યના વિકાસના રોડમેપ વિશે કહ્યું હતું કે, "અહીં એક દાયકાથી વધુ સમય વિતાવ્યા બાદ, ઝારખંડ હવે મારા માટે નવું સ્થળ નથી. તે મારી કર્મભૂમિ છે. રાજ્યસભામાં ફરી એકવાર અહીંના લોકોની સેવા કરવાની મને તક મળી તે બદલ હું ખૂબ આભારી છું. આગળ વધતાં, હું મારું ધ્યાન ગ્રામીણ વિસ્તારો તરફ કેન્દ્રિત કરીશ, જ્યાં અમે મજબૂત કૌશલ્યવર્ધન કાર્યક્રમો ચલાવીને તેમજ કુટીર ઉદ્યોગને પુનર્જીવિત કરીને એકદમ પાયાના સ્તરે આજીવિકાની ટકાઉ તકોનું સર્જન કરવા માગીએ છીએ. ગ્રામીણ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ, આરોગ્યસંભાળ સુવિધાઓ અને શિક્ષણનો વિકાસ કરવા પર મારું ધ્યાન કેન્દ્રિત રહેશે."