VIDEO: વરસાદના અભાવે જાસ્મીન ખેડૂતો પરેશાન
સોર્સ : gstv
તમિલનાડુના મદુરાઈ જિલ્લામાં દક્ષિણપશ્ચિમ ચોમાસું નિષ્ફળ જતાં અને તાપમાન સતત વધતાં જાસ્મીનની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. લાંબા સમયથી વરસાદ નહીં પડતા જાસ્મીનના છોડ સુકાઈ રહ્યા છે અને પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે. વરસાદના અભાવે જમીનમાં ભેજ ઘટી જતાં છોડનો વિકાસ પણ અટકી ગયો છે. બીજી તરફ વધતા તાપમાનને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધુ વધારો થયો છે. મદુરાઈના જાસ્મીન ખેડૂતો હવે વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે સમયસર વરસાદ નહીં પડે તો તેમની મહેનત અને ખેતી પાછળ કરેલો ખર્ચ વ્યર્થ જવાની શક્યતા છે. પાક બચાવવા ખેડૂતો ચિંતિત બન્યા છે. ઘટનાના દૃશ્યો સામે આવ્યા છે.

