VIDEO: પાટણ જિલ્લામાં આજે પણ જૂની પદ્ધતિથી જ નોંધવામાં આવે છે મોસમી વરસાદના આંકડા
પાટણ મામલતદાર કચેરી સહિત જિલ્લાની ૮ તાલુકા કચેરી તેમજ ૫ નગરપાલિકામાં વરસાદ માપવાની પરંપરાગત વ્યવસ્થા કરવામાં આવી છે. ખુલ્લા અને ઊંચા બિલ્ડિંગ પર વરસાદ માપવાની આ જૂની પદ્ધતિને 'રેન ગેજ' કહેવામાં આવે છે, જેમાં પ્લાસ્ટિકનું ચંબુ આકારનું કેન અને તેના પર નાળચું મૂકવામાં આવે છે અને તેને ચારેય બાજુથી સુરક્ષિત રાખવામાં આવે છે. વરસાદ પડે ત્યારે કર્મચારી ડ્યૂટી બજાવે છે અને વરસાદ બંધ થયા બાદ કેન બહાર કાઢીને તેમાં રહેલા પાણીના સ્તર મુજબ વરસાદ નોંધીને ચોપડામાં એન્ટ્રી કર્યા બાદ ઓનલાઇન હવામાન વિભાગને મોકલવામાં આવે છે. પાટણ જિલ્લાનો મોસમનો કુલ વરસાદ આ પદ્ધતિથી ૩૮૮ મિમી નોંધાયો છે. આઠ વર્ષ અગાઉ પાટણ અને બનાસકાંઠામાં પૂર આવ્યા બાદ આધુનિક સાધનો અને બજેટની ફાળવણી થઈ હતી, પરંતુ તે આજદિન સુધી માત્ર કાગળ પર જ સીમિત રહી છે અને હાલ જૂની રીત અનુસાર જ કામ ચાલી રહ્યું છે.TraditionalRainMeasurement

