VIDEO: પાટણમાં 85 ખાણીપીણી સ્થળોએ ચેકિંગ, 700 કિલો અખાદ્ય જથ્થો નષ્ટ કરાયો
સોર્સ : gstv
પાટણ શહેરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તથા નગરપાલિકા દ્વારા સંયુક્ત ચેકિંગ ઝુંબેશ હાથ ધરાઈ હતી. શહેરની હોટેલો, રેસ્ટોરન્ટ, લારીઓ અને ખાણીપીણીના સ્ટોલ સહિત આશરે 80થી 85 વેપારી પેઢીઓની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન અસ્વચ્છ સ્થિતિમાં રાખવામાં આવેલ આશરે 700 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. જેમાં હાનિકારક કૃત્રિમ કલરવાળા મસાલા, ચાઇનીઝ સ્નેક્સ, વારંવાર ગરમ કરેલું બળેલું તેલ, એક્સપાયરી ડેટ વટાવી ચૂકેલી ખાદ્ય ચીજવસ્તુઓ તેમજ ન્યૂઝ પેપરમાં પેક કરાયેલ ખોરાકનો સમાવેશ થાય છે. તમામ અખાદ્ય જથ્થાનો માખણીયા પ્રોસેસિંગ સાઇટ ખાતે ખાડો કરીને નાશ કરાયો હતો. નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ પાસેથી કુલ 40 હજાર 500 રૂપિયાનો દંડ વસૂલાયો છે.

