VIDEO: વરસાદના કારણે અમદાવાદના સ્માર્ટ સિટીના ગાર્ડનમાં વોકવે તૂટ્યા અને વૃક્ષો ધરાશાયી થયા
સોર્સ : gstv
અમદાવાદમાં થોડા દિવસ અગાઉ પડેલા ભારે વરસાદને કારણે સ્માર્ટ સિટીના રોડ-રસ્તાઓની સાથે હવે ગાર્ડનના વોકવે પણ ખરાબ થઈ ગયા છે.શહેરમાં ૧૫ થી ૧૭ જેટલા ગાર્ડનમાં વરસાદી પાણીથી વોકવે તૂટી જવાના કારણે નાના-મોટા ખાડા પડ્યા છે અને વોકવે ધોવાઈ ગયા છે,જેના લીધે મોર્નિંગ વૉકમાં આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.વરસાદમાં વોકવે ધોવાઈ જવાની આ ઘટના કોન્ટ્રાક્ટરની કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા કરે છે.જો કે,તંત્ર દ્વારા આગામી દિવસોમાં મરામતની કામગીરી હાથ ધરવામાં આવશે.આ ઉપરાંત,વરસાદના કારણે શહેરમાં ૩૦૦ થી વધુ નાના-મોટા ઝાડ ધરાશાયી થવાની ફરિયાદો પણ સામે આવી છે.

