VIDEO: જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટનો મોટો ચુકાદો: ૧૧ વર્ષની સગીરાને ગર્ભપાત કરાવવાની મંજૂરી
સોર્સ : gstv
જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં ૧૧ વર્ષની સગીરાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે માત્ર કાયદાકીય સમયમર્યાદા ૨૪ અઠવાડિયા વટાવી ગઈ છે તેવા કારણસર કોઈ પીડિત સગીરાને બંધારણીય સુરક્ષાથી વંચિત રાખી શકાય નહીં….જસ્ટિસ વસીમ સાદિક નરગલે સુનાવણી દરમિયાન જણાવ્યું કે સગીરાને જાતીય હુમલાના પરિણામે રહેલી ગર્ભાવસ્થા ચાલુ રાખવા માટે મજબૂર કરી શકાય નહીં. અદાલતે કાયદાકીય જોગવાઈઓ કરતા સગીરાના બંધારણીય અધિકારોને સર્વોપરી ગણીને તાત્કાલિક તબીબી પગલાં લેવાનો સત્તાવાળાઓને નિર્દેશ આપ્યો છે.

