VIDEO: જમ્મુ-કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાના નેટવર્કનો પર્દાફાશ: ત્રણ શંકાસ્પદોની ધરપકડ, IED જપ્ત કરાયું
સોર્સ : gstv
જમ્મુ-કાશ્મીર પોલીસે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા ઓવર ગ્રાઉન્ડ વર્કર નેટવર્કનો પર્દાફાશ કરીને ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે….ઝાકિર હુસૈન, મોહમ્મદ આઝમ અને મોહમ્મદ મુસ્તાક નામના આ આરોપીઓ આતંકવાદીઓને લોજિસ્ટિકલ સહાય, સુરક્ષિત અવરજવર અને માર્ગદર્શન પૂરું પાડતા હતા. તેઓ નાગરિકો પરના હુમલાઓ સાથે સંકળાયેલા આતંકવાદીઓને પણ મદદ કરતા હોવાની શંકા છે…. પોલીસ તપાસ દરમિયાન એક આરોપીની પૂછપરછના આધારે સ્થળ પરથી એક શંકાસ્પદ IED પણ મળી આવ્યું છે. પોલીસ આ સમગ્ર નેટવર્કના અન્ય સહયોગીઓની ઓળખ કરવા માટે સઘન તપાસ ચલાવી રહી છે…..

