Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : VIDEO: ANDARNI VAAT / Attack on terrorism in Jammu-Kashmir: Massive search operation by security forces in Saadi forests of Riasi!

VIDEO: ANDARNI VAAT / જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ પર પ્રહાર: રિયાસીના સાદિની જંગલોમાં સુરક્ષા દળોનું વિશાળ સર્ચ ઓપરેશન!

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સામે સુરક્ષા દળોએ પોતાની કડક કાર્યવાહી વધુ તેજ બનાવી દીધી છે. રિયાસી અને ઉધમપુર જિલ્લામાં આતંકીઓની શંકાસ્પદ હિલચાલના અહેવાલો મળ્યા બાદ સુરક્ષા દળો દ્વારા સંયુક્ત રીતે મોટા પાયે ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. રિયાસી જિલ્લાના સાદિની જંગલ વિસ્તારમાં સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફના જવાનોએ સંયુક્ત મોરચો સંભાળીને સમગ્ર જંગલ વિસ્તારને ઘેરી લીધો છે. જંગલોની ભૂગોળનો લાભ ઉઠાવીને છુપાયેલા આતંકવાદીઓને શોધવા માટે દળો દ્વારા ખૂણેખૂણાની સઘન તપાસ કરવામાં આવી રહી છે.બીજી તરફ, ઉધમપુર જિલ્લાના રામનગર વિસ્તારમાં આવેલા જોફરમાં પણ સુરક્ષા દળોએ વિશાળ કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. શંકાસ્પદ ગતિવિધિઓની સચોટ બાતમી મળ્યા બાદ સમગ્ર જોફર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને આવવા-જવાના તમામ માર્ગો પર સઘન ચેકિંગ હાથ ધરાયું છે. પહાડી અને ગીચ જંગલ ધરાવતા આ વિસ્તારોમાં કોઈ અપ્રિય ઘટના ન ઘટે અને આંતકીઓ ભાગી ન છૂટે તે માટે ડ્રોન અને આધુનિક ઉપકરણોની મદદથી પણ સતત નજર રાખવામાં આવી રહી છે..

App Store

સુરક્ષા દળોનો મુખ્ય ઉદ્દેશ્ય ઘાટીમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહેલા દેશવિરોધી તત્વોના મનસૂબાને નિષ્ફળ બનાવવાનો છે. સ્થાનિક લોકોને સાવચેત રહેવાની સાથે પ્રશાસનને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. રિયાસીથી લઈને ઉધમપુર સુધી હાથ ધરાયેલા આ વ્યાપક ઓપરેશનને કારણે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત ચુસ્ત કરી દેવામાં આવી છે અને સુરક્ષા દળો પૂરી સજ્જતા સાથે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News