Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Jaishankar's clear statement on India-Bangladesh, calls Pakistan 'unique country'

VIDEO: ભારત-બાંગ્લાદેશ સંબંધો પર જયશંકરની સ્પષ્ટ વાત, પાકિસ્તાનને ગણાવ્યું ‘અનોખો દેશ’

Timeછેલ્લું અપડેટ : 23 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વિદેશ મંત્રી એસ. જયશંકરે (S. Jaishankar) ભારતના પાડોશી દેશો સાથેના સંબંધો અને ખાસ કરીને બાંગ્લાદેશ તથા પાકિસ્તાન સાથેના સંબંધો અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કોઈપણ બે દેશો વચ્ચેના સંબંધોને આગળ વધારવા માટે પરસ્પર હિત (Mutual Interest) સૌથી મહત્વપૂર્ણ છે. બીજી તરફ પાકિસ્તાન અંગે તેમણે કડક ટિપ્પણી કરતા તેને ‘અનોખો દેશ’ ગણાવ્યો અને આરોપ લગાવ્યો કે તે પોતાના પાડોશી દેશ સામે દબાણ બનાવવા માટે લાંબા સમયથી આતંકવાદ (Terrorism)નો સુનિયોજિત રીતે ઉપયોગ કરે છે.

App Store

ઇકોનોમિક ટાઇમ્સ વર્લ્ડ લીડર્સ ફોરમ (Economic Times World Leaders Forum) દરમિયાન જયશંકરે ભારતની વિદેશ નીતિ અંગે વાત કરી હતી. બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ભારત-બાંગ્લાદેશ સંબંધોને લઈને તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ખાસ કરીને બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણ (Extradition) અંગે સવાલ કરવામાં આવ્યો હતો.

આ અંગે સીધો જવાબ આપવાને બદલે જયશંકરે કહ્યું કે કોઈપણ સંબંધને આગળ વધારવા માટે તે બંને દેશોના પરસ્પર હિતની કસોટી પર ખરો ઉતરવો જરૂરી છે. ભારત માટે પણ તે સંબંધ લાભદાયક હોવો જોઈએ.

બાંગ્લાદેશના વડાપ્રધાનની ભારત મુલાકાતની ચર્ચા

જયશંકરની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાનની સંભવિત ભારત મુલાકાત અંગે ચર્ચા ચાલી રહી છે. અહેવાલો અનુસાર, બંને દેશો આગામી અઠવાડિયાઓમાં આ મુલાકાતની શક્યતાઓ અંગે વાતચીત કરી રહ્યા છે.

ભારતે રહેમાનને દ્વિપક્ષીય મુલાકાત (Bilateral Visit) માટે તેમજ નવી દિલ્હીમાં યોજાનારા આગામી BRICS સમિટના સંપર્ક સત્રમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હોવાની માહિતી સામે આવી છે.

પાડોશી દેશોના હિતનું સન્માન જરૂરી

પાડોશી દેશો સાથેના સંબંધો અંગે જયશંકરે કહ્યું કે ભારત કોઈ દેશ પાસેથી એવી અપેક્ષા રાખી શકે નહીં કે તે હંમેશા માત્ર ભારતના હિત પ્રમાણે જ કામ કરે. ભારતે પણ અન્ય દેશોના હિતોને સમજવા અને તેનું સન્માન કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

તેમણે જણાવ્યું કે જ્યારે બે દેશો કોઈ એક સામાન્ય મુદ્દા (Common Ground) પર સહમત થાય છે, ત્યારે સંબંધો વધુ મજબૂત બને છે અને બંને દેશોને તેનો લાભ મળે છે.

પાકિસ્તાન અંગે જયશંકરની કડક ટિપ્પણી

પાકિસ્તાન અંગે વિદેશ મંત્રીએ આકરા શબ્દોમાં કહ્યું કે આજના સમયમાં પાકિસ્તાન એક ‘અનોખો દેશ’ છે. તેમના જણાવ્યા અનુસાર, વિશ્વમાં કદાચ બીજો કોઈ દેશ એવો નથી જે પોતાના પાડોશી દેશ પર હુમલો કરવા અથવા દબાણ બનાવવા માટે સતત અને સુનિયોજિત રીતે આતંકવાદનો ઉપયોગ કરતો હોય.

જયશંકરે પાકિસ્તાનના અમેરિકા સાથેના લાંબા સમયથી ચાલતા સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન માત્ર ભારતનો પાડોશી હોવાથી અનોખો નથી, પરંતુ તેની નીતિઓ અને આતંકવાદના ઉપયોગને કારણે તેની સ્થિતિ અલગ છે.

વિદેશ મંત્રીની આ ટિપ્પણીઓને ભારતની પાડોશી દેશો અંગેની વિદેશ નીતિ (Foreign Policy) અને પાકિસ્તાન પ્રત્યેના ભારતના કડક વલણના સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.