VIDEO: હોર્મુઝ સ્ટ્રેટમાં નિયમો તોડતા જહાજો સામે ઈરાન સખત, નવા દંડ અને જપ્તીની જોગવાઈને મંજૂરી
સોર્સ : gstv
ઈરાનની સંસદના રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ આયોગે હોર્મુઝ સ્ટ્રેટમાં પરિવહન નિયમોનું ઉલ્લંઘન કરનારા જહાજો માટે કડક દંડની જોગવાઈઓને મંજૂરી આપી છે. અમેરિકા સાથેના તણાવ વચ્ચે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. પ્રસ્તાવિત બિલ અનુસાર, નિયમ તોડનાર જહાજનું ૨૦ ટકા કાર્ગો અથવા તેનું નાણાકીય મૂલ્ય જપ્ત કરવામાં આવશે. વળી, દંડની ચુકવણી ન થાય ત્યાં સુધી ઈરાની દરિયાઈ દળો દ્વારા જહાજને અસ્થાયી રૂપે અટકાયતમાં પણ રાખી શકાશે. આ પગલાથી વ્યૂહાત્મક જળમાર્ગ પર ઈરાનનું નિયંત્રણ વધુ મજબૂત બનશે.

