VIDEO: રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટની કડક ચેતવણી સાથે વચગાળાની રાહત, બે અઠવાડિયામાં બે કરોડ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરાવવાનો આદેશ
સોર્સ : gstv
બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવને ચેક-બાઉન્સના કેસમાં સુપ્રીમ કોર્ટે બે અઠવાડિયામાં બે કરોડ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરાવવા શરતે વચગાળાની રાહત આપી છે. કોર્ટે કડક વલણ દાખવતા કહ્યું કે ફિલ્મો જેવું વર્તન અહીં ન ચાલે અને આ નાણાં જમા કરાવવાની તેમની છેલ્લી તક છે. કોર્ટે તેમને પાસપોર્ટ તાત્કાલિક જમા કરાવવા પણ આદેશ કર્યો છે. મુરલી પ્રોજેક્ટ સાથે જોડાયેલા આ મામલામાં અગાઉ દિલ્હી હાઈકોર્ટે તેમને દોષિત ઠેરવી ત્રણ મહિનાની જેલની સજા ફટકારી હતી, જેને તેમણે સર્વોચ્ચ અદાલતમાં પડકારી છે.

