Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Indians have an average debt of five lakh rupees! 28 crore people took loans

VIDEO: ભારતીયો પર સરેરાશ પોણા પાંચ લાખ રૂપિયાનું દેવું! 28 કરોડ લોકોએ લોન લીધી

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આજના આધુનિક યુગમાં સરળ હપ્તા અને તાત્કાલિક લોનની સુવિધાઓએ ભારતીય પરિવારોના નાણાકીય આયોજનનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. એક સમયે બચત પર નિર્ભર રહેતો ભારતીય મધ્યમ વર્ગ હવે પોતાની જરૂરિયાતો અને લાઇફસ્ટાઇલ માટે ક્રેડિટ એટલે કે ઉધાર નાણાં પર નિર્ભર થઈ રહ્યો છે. લોકસભામાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી દ્વારા રજૂ કરવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, દેશમાં લોન લેનારા સક્રિય ગ્રાહકોની સંખ્યા 28.3 કરોડને પાર કરી ગઈ છે, જ્યારે વ્યક્તિ દીઠ સરેરાશ દેવું વધીને 4 લાખ 77 હજાર 583 રૂપિયા પર પહોંચી ગયું છે. આ સાથે જ ગોલ્ડ લોનમાં 600 ટકા ઉછાળો જોવા મળ્યો.  છેલ્લા 4 વર્ષમાં ગોલ્ડ લોનમાં સીધો 6 ગણો ઉછાળો આવ્યો છે, જે દર્શાવે છે કે પરિવારો પોતાની ટૂંકા ગાળાની રોકડ જરૂરિયાતો પૂરી કરવા માટે ઘરમાં રહેલા સોનાનો વધુ ઉપયોગ કરી રહ્યા છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News