VIDEO: સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનો પાકિસ્તાન પર આકરો પ્રહાર: સરહદ પારના આતંકવાદ અને કઠપૂતળી શાસન સામે ચેતવણી
સોર્સ : gstv
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પાકિસ્તાનને આડેહાથ લેતા આતંકવાદ અને તેના બેવડા વલણ પર આકરા પ્રહાર કર્યા છે. પાકિસ્તાની વડાપ્રધાનના સિંધુ જળ સંધિ મુદ્દે નિવેદનનો જવાબ આપતા ભારતના ફર્સ્ટ સેક્રેટરી પેટલ ગેહલોતે જણાવ્યું કે ઓસામા બિન લાદેનને આશરો આપનાર પાકિસ્તાન આતંકવાદ, કપટ અને કઠપૂતળી શાસન ચલાવી રહ્યું છે. ભારતે સ્પષ્ટ કર્યું કે આતંકવાદ સામે દેશ પોતાની રક્ષા કરવાનો અધિકાર ચાલુ રાખશે અને સરહદ પારના આતંકવાદના ગંભીર પરિણામો ભોગવવા પડશે. પાકિસ્તાનના રાજકીય નેતૃત્વ પર લશ્કરી તંત્રનું સીધું નિયંત્રણ હોવાનું પણ ભારતે દુનિયા સમક્ષ ઉજાગર કર્યું હતું.

