Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Launch of 22nd Joint Military Exercise 'Yudh Abhyas 2026' between India and US

VIDEO: ભારત અને અમેરિકા વચ્ચે 22મી સંયુક્ત લશ્કરી કવાયત 'યુદ્ધ અભ્યાસ 2026'નો પ્રારંભ

Timeછેલ્લું અપડેટ : 18 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

 

App Store

ભારત અને અમેરિકા વચ્ચેની સંયુક્ત લશ્કરી કવાયત ‘યુદ્ધ અભ્યાસ-2026’ની 22મી આવૃત્તિનો પ્રારંભ થયો છે. 15 સપ્ટેમ્બરે ઉત્તરાખંડના ઔલી ફોરેન ટ્રેનિંગ નોડ ખાતે ઉદ્ઘાટન સમારોહ યોજાયો, જેમાં ભારતીય સેના અને અમેરિકન સેનાના આશરે 600-600 જવાનો ભાગ લઈ રહ્યા છે. આ વખતની કવાયતનું વિશેષ પાસું એ છે કે પ્રથમવાર ‘યુદ્ધ અભ્યાસ’ એકસાથે બે અલગ ભૌગોલિક પરિસ્થિતિમાં યોજાઈ રહ્યો છે. ઉત્તરાખંડના ઊંચાઈવાળા પર્વતીય ઔલી અને રાજસ્થાનના મહાજન ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં. ઔલી ખાતે પર્વતીય તથા ઠંડા હવામાનમાં યુદ્ધકૌશલ્ય, ઇન્ફન્ટ્રી ઓપરેશન, ઇન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપની કામગીરી, ડ્રોન અને સ્વાયત્ત પ્રણાલીઓનો ઉપયોગ તથા કાઉન્ટર-ડ્રોન તાલીમ પર ભાર છે. જ્યારે મહાજન ખાતે આધુનિક હથિયાર પ્રણાલીઓ અને લાઇવ-ફાયર તાલીમ યોજાઈ રહી છે. બંને દેશોની સેનાઓ વચ્ચે કમાન્ડ, પ્લાનિંગ અને ઓપરેશનલ કોઓર્ડિનેશન વધારવા માટે નિષ્ણાત સ્તરની ચર્ચાઓ પણ થઈ રહી છે. અમેરિકન 11મી એરબોર્ન ડિવિઝનના ‘આર્કટિક એન્જલ્સ’ અને ભારતીય સેનાના જવાનો આ તાલીમમાં સાથે કામ કરી રહ્યા છે.

ઔલી ખાતે 16 સપ્ટેમ્બરે યોજાયેલી કાઉન્ટરટેરરિઝમ તાલીમમાં બંને દેશોના સૈનિકોએ બિલ્ડિંગ ક્લિયરન્સ અને રૂમ-ઇન્ટરવેન્શન ડ્રિલ હાથ ધરી હતી. આતંકવાદીઓ છુપાયેલા હોય તેવી પરિસ્થિતિનું સિમ્યુલેશન કરીને હુમલાખોર દળોએ ઇમારતમાં પ્રવેશ, રૂમ ક્લિયરન્સ અને લક્ષ્યને નિયંત્રિત કરવાની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. આ કામગીરી દરમિયાન ડ્રોન, સ્નાઇપર ટીમ, પ્રશિક્ષિત આર્મી ડોગ્સ અને રોબોટિક ડોગનો ઉપયોગ દર્શાવવામાં આવ્યો. આગામી ફિલ્ડ ટ્રેનિંગમાં કાઉન્ટર-IED, કાઉન્ટર-UAS, સ્નાઇપર ઓપરેશન, માઉન્ટેન વોરફેર અને કોલ્ડ-વેધર ઓપરેશનનો સમાવેશ છે. મહાજન રેન્જમાં હાઈમર્સ, સ્ટિંગરઅને એમ-લિડ્સજેવી પ્રણાલીઓ સાથે લાઇવફાયર તાલીમ પણ યોજાવાની છે. ‘યુદ્ધ અભ્યાસ’ની શરૂઆત 2004થી થઈ હતી અને અગાઉની આવૃત્તિઓમાં સ્થળ બદલાતું રહ્યું છે. 2024ની 20મી આવૃત્તિ રાજસ્થાનના મહાજન ખાતે યોજાઈ હતી, જ્યારે 2025ની 21મી આવૃત્તિ અમેરિકાના અલાસ્કામાં ફોર્ટ વેઇનરાઇટ અને યુકોન ટ્રેનિંગ એરિયામાં યોજાઈ હતી. 2026ની કવાયત હવે પર્વતીય અને રણબંને પ્રકારના યુદ્ધ પર્યાવરણમાં તાલીમને જોડે છે. સમગ્ર કવાયતનો મુખ્ય હેતુ બંને સેનાઓ વચ્ચે ઇન્ટરઓપરેબિલિટી, સંયુક્ત આયોજન, ટેક્નિક-ટેક્ટિકના આદાનપ્રદાન અને વિવિધ પરિસ્થિતિમાં સંકલિત સૈન્ય કામગીરીની ક્ષમતા વધારવાનો છે.

ટોપિક્સ:GSTV NewsGujarati Newsarmy