VIDEO: ઇન્ડિયા બ્લોકનો ચૂંટણી પંચ સામે વિરોધ યથાવત: શુક્રવારે મમતા બેનર્જી માર્ચમાં જોડાશે
સોર્સ : gstv
ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે 'ઇન્ડિયા' ગઠબંધન વિરોધ પ્રદર્શન સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહ્યું. ગુરુવારે રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત વિપક્ષી સાંસદોએ રાજઘાટ પહોંચીને શાંતિપૂર્ણ ધરણા પ્રદર્શન કર્યા હતા. મોડી સાંજે સાંસદો ત્યાંથી રવાના થયા બાદ હવે શુક્રવારે ફરી એકવાર વિપક્ષી માર્ચ યોજવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ શુક્રવારના વિરોધ પ્રદર્શનમાં પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ સામેલ થાય તેવી શક્યતા છે. ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીએ આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે મમતા બેનર્જી હાલ દિલ્હીમાં જ છે અને તેઓ આ માર્ચમાં જોડાશે. શુક્રવારે યોજાનારા આ માર્ચમાં વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા'ના અન્ય તમામ વરિષ્ઠ નેતાઓ પણ મોટી સંખ્યામાં ભાગ લેશે.

