VIDEO: બ્રેથ એનાલાઇઝર ટેસ્ટમાં વિલંબ: એર ઇન્ડિયા એક્સપ્રેસના આઠ ક્રૂ સભ્યો ત્રણ મહિના માટે સસ્પેન્ડ
સોર્સ : gstv
૨ ઓગસ્ટના રોજ UAE થી અમૃતસર ફ્લાઇટનું સંચાલન કર્યા બાદ ફરજિયાત બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ માટે સમયસર હાજર ન રહેવા બદલ ચાર પાઇલટ્સ સહિત આઠ ક્રૂ સભ્યોને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે…..DGCAના નિયમ મુજબ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના આગમનના બે કલાકમાં આ ટેસ્ટ કરાવવો ફરજિયાત છે. એરલાઇને સ્વેચ્છાએ DGCAને જાણ કરતાં સત્તાવાળાઓએ તેમના લાયસન્સ સસ્પેન્ડ કર્યા હતા. જોકે, ક્રૂ સભ્યોના બ્લડ અને યુરિન ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ડીજીસીએ દ્વારા તાજેતરમાં તમામ પાઇલટ્સની ડ્રગ સ્ક્રીનિંગ કરવાનો પણ આદેશ અપાયો છે.

