Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : INDIA: Allies want to hand over the reins to Mamata

INDIA ગઠબંધનમાં સર્જાયું ભંગાણ! સાથીપક્ષો મમતાને સોંપવા માંગે છે કમાન

Timeછેલ્લું અપડેટ : 10 Dec 2024
લાઇવ ટીવીGoogle News
INDIA ગઠબંધનમાં સર્જાયું ભંગાણ! સાથીપક્ષો મમતાને સોંપવા માંગે છે કમાન

મહારાષ્ટ્ર અને હરિયાણામાં કોંગ્રેસની હાર બાદ તેના સાથી પક્ષો આકરાપાણીએ છે. કેટલાક પક્ષ અને પક્ષના નેતાઓ INDIA બ્લોકનું નેતૃત્વ બદલવાની માગ કરી રહ્યા છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને INDIA બ્લોકના નેતા બનાવવાની માગ ઉઠી રહી છે. TMC સિવાય INDIA બ્લોકના કેટલાક ક્ષેત્રીય પક્ષ મમતા બેનર્જીના નામનું સમર્થન કરી રહ્યા છે. ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર, INDIA બ્લોકનું નેતૃત્વ બદલવાની માગ વચ્ચે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને NCP(SP) અધ્યક્ષ શરદ પવાર વચ્ચે બેઠક યોજાઈ છે.

App Store

મમતા બેનર્જીને સમર્થન આપી શકે છે શરદ પવાર-કેજરીવાલ

સૂત્રોના અનુસાર, આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ગઠબંધનની કમાન સોંપવા અંગે ચર્ચા થઈ શકે છે. બેઠકમાં આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં INDIA બ્લોકની ભૂમિકા પર પણ ચર્ચા થઈ શકે છે. શરદ પવારે હાલમાં જ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની નેતૃત્વ ક્ષમતાનો સ્વીકાર કર્યો. તેમણે મમતાની પાર્ટીના પ્રતિનિધિઓની ક્ષમતા પર પણ ભાર આપ્યો.

આ પણ વાંચો : વક્ફ બોર્ડે મહારાષ્ટ્રમાં 103 ખેડૂતોની 300 એકર જમીન પર માલિકીનો દાવો ઠોક્યો

શરદ પવારે ગત અઠવાડિયે પોતાનું સમર્થન આપતા કહ્યું હતું કે, 'હા, નિશ્ચિત રીતે મમતા ગઠબંધનનું નેતૃત્વ કરવામાં સક્ષમ છે. તેઓ આ દેશની એક ટોચની નેતા છે, તેમનામાં તે ક્ષમતા છે. તેમણે જે જીતેલા નેતાઓને સંસદમાં મોકલ્યા છે, તેઓ જવાબદાર, કર્તવ્યનિષ્ઠ છે.'

RJDના લાલૂ યાદવ મમતાને આપી ચૂક્યા છે સમર્થન

આ પહેલા આજે જ રાષ્ટ્રીય જનતા દળ (RJD) અધ્યક્ષ લાલૂ યાદવે INDIA બ્લોકના નેતૃત્વ માટે મમતા બેનર્જીનું સમર્થન કરતા સૌને ચોંકાવી દીધા. પટનામાં સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા લાલૂ યાદવે કહ્યું હતું કે, 'કોંગ્રેસના વાંધાનો કોઈ મતલબ નથી. અમે મમતાનું સમર્થન કરીશું. મમતા બેનર્જીને (INDIA બ્લોકનું) નેતૃત્વ આપવું જોઈએ. અમે 2025માં સરકાર બનાવીશું.'

શિવસેના(UTB) સાંસદ પણ મમતાની તરફેણમાં

શિવસેના(UTB)ના રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ આ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી જો (INDIA બ્લોકનું) નેતૃત્વ કરવા ઇચ્છે છે તો તેમનું સ્વાગત છે, કારણ કે તેમને એડમિસ્ટ્રેશનનો ઘણો અનુભવ છે. INDIA બ્લોકની બેઠક એક સાથે થશે અને તેના પર વિચાર અને નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો : આંદોલનો વચ્ચે ભારતીય ખેડૂતોની આવકને ખુલ્લી પાડતો નાબાર્ડનો એક રિપોર્ટ સામે આવ્યો

સમાજવાદી પાર્ટીના નેતાનું મમતા બેનર્જીને સમર્થન

આ સિવાય સમાજવાદી પાર્ટીની પ્રતિક્રિયા પણ સામે આવી ચૂકી છે. સપા નેતા ઉદયવીર સિંહે કહ્યું હતું કે, મમતા બેનર્જી એક પ્રમુખ નેતા છે. 2024માં લોકસભા ચૂંટણીમાં ભાજપને રોકવા માટે બંગાળની સાથે ઉત્તરપ્રદેશમાં પણ મહત્ત્વની ભૂમિકા નીભાવી છે જેનાથી INDIA બ્લોક આગળ વધ્યું. તેવામાં અમારો વિશ્વાસ તેમના પ્રત્યે અટલ છે. જો તમામ પક્ષો તેમના નામને લઈને સહમતિ બને છે તો સપાને કોઈ વાંધો નહીં હોય, અમે તેનું સમર્થન કરીશું. 

TMCના સાંસદે મમતા બેનર્જીને કમાન સોંપવાની કરી વાત

ત્યારે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ કલ્યાણ બેનર્જીએ દાવો કર્યો કે કોંગ્રેસ નેતૃત્વમાં INDIA બ્લોક નિષ્ફળ નીવડ્યું છે અને સલાહ આપી છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ગઠબંધનની કમાન સંભાળે.

કલ્યાણ બેનર્જીએ કહ્યું કે, 'અમે પહેલા જ કહ્યું હતું કે, કોંગ્રેસને એ સમજવું જોઈએ કે તેના નેતૃત્વમાં INDIA બ્લોક નિષ્ફળ રહ્યું છે. એ સારું રહેશે જો મમતા દીદીને INDIA બ્લોકનું નેતૃત્વ આપવામાં આવે. તમામ નેતાઓમાંથી મમતા દીદીનું નામ ટોપ પર છે.'

આ પણ વાંચો : આ શાળાની અનોખી પહેલ: માત્ર 1 રુપિયો ફી લે છે પણ આખા વિસ્તારને જાગૃત કરે છે

INDIA બ્લોકનું નેતૃત્વ મને આપવું જોઈએ: મમતા બેનર્જી

પત્રકારો સાથેની વાતચીતમાં મમતા બેનર્જીએ કહ્યું હતું કે, 'INDIA બ્લોકનું નેતૃત્વ મમતા બેનર્જીને આપવું જોઈએ. અમે સહમત છીએ. કોંગ્રેસને વાંધો હોય તો પણ કંઈ નહીં થાય.'