Video: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ઈન્ડિયા ગઠબંધન યોજશે જન-મહાભિયોગ અને મેગા રેલી

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વોટ ચોરી અને ગેરરીતિઓના આક્ષેપો સાથે ઈન્ડિયા ગઠબંધને આરપારની લડાઈનું એલાન કર્યું છે. કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલના જણાવ્યા અનુસાર, બંધારણ બચાવવા માટે ઈન્ડિયા બ્લોક ૩૦ ઓક્ટોબરે જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 'જન-મહાભિયોગ' યોજશે. જે બાદ વોટ ચોરીના વિરોધમાં દિલ્હી ચલો માર્ચ કાઢવામાં આવશે, જે ૧ નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં એક વિશાળ મેગા રેલીનું આયોજન થયું . આ મહારેલીમાં ૧૦ લાખથી વધુ નાગરિકો ભાગ લેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઈન્ડિયા ગઠબંધનના તમામ પક્ષોના નેતાઓને દિલ્હીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આહ્વાન કર્યું છે.








