VIDEO: મધ્યપ્રદેશના બડવાણીમાં વરસાદથી શહેરની સ્થિતિ કપરી બની
મધ્યપ્રદેશના બડવાણીમાં ગઈકાલથી પડી રહેલા ભારે વરસાદને કારણે સમગ્ર શહેરની સ્થિત

મધ્યપ્રદેશના બડવાણીમાં ગઈકાલથી પડી રહેલા ભારે વરસાદને કારણે સમગ્ર શહેરની સ્થિતિ કપરી બની છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતાં સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે વાહનવ્યવહાર પર પણ ગંભીર અસર જોવા મળી રહી છે. વહીવટીતંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. વરસાદી માહોલને પગલે તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી માટે ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.




