VIDEO: દુષ્કર્મ પીડિતા પીડિતા પર ઈચ્છા વિરુદ્ધ માતૃત્વ લાદવું ગરિમાપૂર્ણ જીવનના અધિકારની વિરુદ્ધ: દિલ્હી હાઈકોર્ટ
સોર્સ : gstv
દિલ્હી હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં અવલોકન કર્યું છે કે દુષ્કર્મની ૧૫ વર્ષીય સગીર પીડિતાને જાતીય હિંસાના પરિણામે રહેલા ગર્ભ રાખવા મજબૂર કરવી એ તેના ગરિમાપૂર્ણ જીવન જીવવાના અધિકારને નુકસાન પહોંચાડે છે. ૩૦ અઠવાડિયાથી વધુ સમયના ગર્ભ સાથે ગર્ભપાતની મંજૂરી માંગતી અરજી પર સુનાવણી કરતા કોર્ટે જણાવ્યું કે આવા કેસોમાં માત્ર MTP એક્ટની કાયદાકીય મર્યાદા જ નહીં, પરંતુ સગીરાનું શ્રેષ્ઠ હિત અને માનસિક કલ્યાણ પણ સર્વોપરી છે. ન્યાયમૂર્તિ મધુ જૈને સ્પષ્ટ કર્યું કે સગીરાને માત્ર માતા તરીકેના વર્ણન સુધી સીમિત ન રાખી શકાય, અને અદાલતોએ કાયદાકીય માળખા સાથે તેના કલ્યાણને પણ પ્રાધાન્ય આપવું જોઈએ.

