VIDEO: કિશ્તવાડ સગીરા દુષ્કર્મ-હત્યા કેસમાં મોટો ધડાકો: ક્રાઈમ બ્રાન્ચે આરોપી તારિક અને ખાલિદના ઘરો પર પાડ્યા દરોડા!
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ચકચારી છાત્રુ સગીરા દુષ્કર્મ અને હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. કેસના મૂળ સુધી પહોંચવા અને વધુ પુરાવા એકત્રિત કરવા માટે આજે ક્રાઈમ બ્રાન્ચની ટીમે કેસના મુખ્ય આરોપીઓના રહેણાંક સ્થાનો પર સઘન દરોડા પાડ્યા હતા.
સત્તાવાર વિગતો અનુસાર, તપાસ એજન્સીએ આરોપી તારિક હુસૈન અને ખાલિદ હુસૈનના ઘરો અને સંબંધિત સ્થળો પર આ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. દરોડા દરમિયાન ટીમ દ્વારા મહત્ત્વના દસ્તાવેજો અને પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેથી કેસમાં મજબૂત ચાર્જશીટ તૈયાર કરી શકાય.
ઉલ્લેખનીય છે કે, છાત્રુ વિસ્તારમાં બનેલી સગીરા પર દુષ્કર્મ અને તેની હત્યાની આ કમકમાટીભરી ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને આક્રોશ ફેલાયો હતો. સ્થાનિક લોકો દ્વારા આરોપીઓને કડકમાં કડક સજા આપવાની ઉગ્ર માંગ વચ્ચે ક્રાઈમ બ્રાન્ચ આ મામલે અત્યંત ગંભીરતાથી આગળ વધી રહી છે.

